નોકરી & રોજગાર

IOCL Apprentice Bharti 2023: ઈન્ડિયન ઓઇલમાં 1603 પોસ્ટ માટે ભરતી, અહીં જુઓ સંપુર્ણ માહિતી

IOCL Apprentice Bharti 2023
Written by Jayesh

IOCL Apprentice Bharti 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ 1603 જગ્યાઓ પર ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. IOCLની આ ખાલી જગ્યામાં ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. IOCL ના માર્કેટિંગ વિભાગ હેઠળ, દેશભરના વિવિધ એકમોમાં ભરતી કરવામાં આવશે. IOCLની આ ખાલી જગ્યા માટે ઓનલાઈન અરજીઓ 16 ડિસેમ્બર 2023થી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો અરજીની છેલ્લી તારીખ, 5મી જાન્યુઆરી 2024 સુધી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અરજી પાત્રતા, પસંદગી પ્રક્રિયા વગેરે વિશે વિગતવાર માહિતી માટે સમગ્ર ભરતીની સૂચના ધ્યાનથી વાંચે અને પછી જ અરજી કરે.

IOCL Apprentice Bharti 2023

વિભાગઈન્ડિયન ઓઈલ કોર્પેરેશન લિમિટેડ
પોસ્ટનું નામગ્રેજ્યુએટ અને ટ્રેડ એપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ૧૬૦૩
અરજીની છેલ્લી તારીખ૫ જાન્યુઆરી ૨૦૨૩
સત્તાવાર સાઈટ iocl.com

અગત્યની તારીખો:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 16 ડિસેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 5 જાન્યુઆરી 2024

ખાલી જગ્યાઓની સંખ્યા

ગ્રેજ્યુએટ અને ટ્રેડ એપ્રેન્ટિસની 1603 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. IOCLની આ ભરતીમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 256, પશ્ચિમ બંગાળમાં 189, દિલ્હીમાં 138, આસામ-રાજસ્થાનમાં 96-96 અને હરિયાણામાં 82 ખાલી જગ્યાઓ છે.

પસંદગી પ્રક્રિયા

IOCL ની આ ખાલી જગ્યામાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

ઉંમર મર્યાદા

18 થી 24 વર્ષ. ઉંમરની ગણતરી 30મી નવેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. અરજી પાત્રતા અને અન્ય શરતો વિશે વિગતવાર માહિતી માટે, તમે IOCLની વેબસાઇટ www.iocl.com પર જઈને સંપૂર્ણ સૂચના અને અરજીની શરતો વાંચી શકો છો.

IOCL ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી

  • IOCL વેબસાઇટ iocl.com ની મુલાકાત લો.
  • હોમ પેજ પર દેખાતી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • હવે એક નવું પેજ ખુલશે જેમાં તમે તમારી જાતને રજીસ્ટર કરી શકો છો અને અરજી ફોર્મ ભરી શકો છો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી જમા કરો.
  • ત્યારબાદ તમારા અરજી ફોર્મની પ્રિંટ નિકાળી રાખો.

આ જુઓ:- બેંક ઓફ બરોડામાં આવી ભરતી, અરજીની છેલ્લી તારીખ 26મી ડિસેમ્બર

જે ઉમેદવાર IOCL Apprentice Bharti 2023 માટે અરજી ફોર્મ ભરવા માંગે છે, તેઓ તારીખ ૧૬ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

Spread the love

About the author

Jayesh

Leave a Comment