આજના માર્કેટયાર્ડ ભાવ

એરંડા ના આજના બજાર ભાવ 2024 – Aranda Bhav Today Gujarat

Aranda Bhav Today Gujarat
Written by Gujarat Info Hub

એરંડા ના આજના બજાર ભાવ 2024 ( Aranda Bhav Today Gujarat ) ગત વર્ષોની સરખામણી એ એરંડાના પાકનું ઉત્પાદન અને ગંબજારોમાં આવકો ઓછી તેમ છતાં એરંડાના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો નોધાઈ રહ્યો છે. હાલમાં એરંડાનાં પીઠાં માં એરંડાનો બજાર ભાવ 1136 થી 1176 આસપાસ જોવા મળી રહેલ છે .

ભારતમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસા માં વરસાદનું પ્રમાણ  એરંડાના પાક માટે માફકસર રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષની સરખામણી એ એરંડાનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં રહ્યું છે . પરતું પાછોતરો વરસાદ ચાલુ રહેતાં એરંડાનું વાવેતર કરવામાં થોડુક મોડુ પણ થયું હતું. એરંડાનો વાવેતર વિસ્તાર લગભગ 9 લાખ હેક્ટર જમીનમાં થયું હોવાનો અંદાજ છે . માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ વગેરે એરંડાનું વાવેતર કરતાં રાજ્યોમાં પણ વાવેતર વધારે રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે એટલે એરંડાનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં વધુ રહેવાનો અંદાજ છે . પરંતુ વાવાઝોડા અને એરંડાના પાકમાં સુકારો તેમજ અન્ય રોગ ને લીધે ફેર પડી શકે .

આમ છતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના એરંડા નું વાવેતર કરતા જિલ્લાઓમાં ઉપરા ઉપરી થયેલાં માવઠાં અને પવનથી એરંડાના પાકને અસર થવાની સંભાવના પણ નકારી શકાતી નથી . કેટલીક જગ્યાએ કરા અને પવન સાથે થયેલા વરસાદ થી પાકની ડાળીઓ તૂટવાથી કે એરંડા પડી જવાથી પણ નુકસાન થવાના સમાચાર છે .

એરંડા ના આજના બજાર ભાવ ની વાત કરવામાં આવેતો ભાવમાં ઘણા સમયથી ઊતરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના એરંડા ભાવ 1136 થી 1176 આસપાસ ભાવો જોવા રહયાછે . ગત વર્ષે એરંડાના સારા ભાવો મળ્યા હોવાથી ખેડૂતો સારા ભાવની આશા રાખીને બેઠા છે . પરંતુ એરંડા બજારમાં ભાવો વધવાને બદલે 50 રૂપિયા આસપાસ બજારો નરમ રહેવા પામી છે . હાલની સ્થિતિ જોતાં એરંડાના ભાવમાં કોઈ મોટા ફેરફારો આવે તેવું જણાતું નહી . એરંડા વાયદા બજાર માં પણ કોઈ મોટા સુધારાના સમાચારો જાણવા મળતા  નથી .

ઉત્તર ગુજરાતનાં તમામ માર્કેટ યાર્ડોમાં માલની આવકોનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાં હજી ઘણા ખેડૂતો પોતાનો માલ સારા ભાવ લેવાની આશામાં સંગ્રહ કરી રહ્યા છે .એરંડા ના આજના બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ અનુમાનો કરવાં પણ યોગ્ય લાગતાં નથી . કારણકે ઘણા સમયથી એરંડા બજારમાં કોઈ સુધારો જણાતો નથી ઊલટું થોડીક નરમ બજાર જોવા મળી રહી છે. ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતનાં ગંજ બજારમાં એરંડાના સરેરાશ ભાવ 1136 થી 1176 આસપાસ જોવા મળી રહ્યા છે . ખેડૂતો એરંડાના ભાવ વધારાની રાહ જોઈને એરંડાનો ભાવ વધશે એ આશાએ બેઠા છે ત્યારે ભાવ વધવાને બદલે થોડોક ઘટાડો થયેલ જોવા મળે છે .

વર્તમાનમાં એરંડાના બજાર ભાવ ગુજરાતની માર્કેટમાં નીચે મુજબ જોવા મળે છે . એરંડાના ભાવ વિશે અમને વિવિધ સ્રોત તરફથી માહીતી અત્રે રજૂ કરવામાં આવી છે .તેથી ખેડૂતો તેમજ એરંડાની ખરીદી અને વેચાણ કરતાં વેપારી ભાઈઓ એ પોતાની વિવેક બુધ્ધિ અને ધંધાદારી નિષ્ણાતો ના અભિપ્રાય મુજબ ખરીદ કે વેચાણ કરવું . અમે કોઈને એરંડા ખરીદવા કે વેચાણ કરવાની સલાહ આપતા નથી .

એરંડા ના આજના બજાર ભાવ 2024 | Aranda Bhav Today Gujarat

અ.નમાર્કેટયાર્ડનુંનામઆવક ગુણીનીચો ભાવઊંચો ભાવ
1ભાભર માર્કેટયાર્ડના ભાવ350011601185
2પાંથાવાડા50011501165
3પાલનપુર માર્કેટયાર્ડ220011401169
4ડીસા માર્કેટયાર્ડ100011351160
5થરા માર્કેટયાર્ડ204011601183
6કડી માર્કેટયાર્ડ915011151185
7દિયોદર માર્કેટયાર્ડ100011351175
8રાધનપુર માર્કેટયાર્ડ150011651185
9ભીલડી માર્કેટયાર્ડ33011501166
10લાખણી માર્કેટયાર્ડ55011501160
11થરાદ માર્કેટયાર્ડ350011601190
12પાટણ માર્કેટયાર્ડ932011501186
13હારીજ માર્કેટયાર્ડ280011301180
14સિધ્ધપુર માર્કેટયાર્ડ300011301175
15વિસનગર માર્કેટયાર્ડ400011351165
16કુકરવાડા માર્કેટયાર્ડ47011401170
17મહેસાણા માર્કેટયાર્ડ135010601175
19કાલોલ માર્કેટયાર્ડ79011551175
20માણસા માર્કેટયાર્ડ262511161175
21વિજાપુર માર્કેટયાર્ડ130011201183
22ગોઝારીયા માર્કેટયાર્ડ25011451165
23હીમતનગર માર્કેટયાર્ડ60011501157
24મોડાસા માર્કેટયાર્ડ70011301140
25દહેગામ માર્કેટયાર્ડ70011351147
26તલોદ700113351147
27રાજકોટ65011301156
28સૌરાષ્ટ્ર મિક્સ300011451171

આ પણ જુઓ :-

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ એરંડા ના આજના બજાર ભાવ 2024 (Arnda Bajar Bhav ) એરંડા નો આજનો ભાવ 2024 અથવા  એરંડાનો આજનો ભાવ તેમજ એરંડા વાયદા બજાર લેખ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . આજના માર્કેટયાર્ડ ભાવ અને રોજે રોજ એરંડાના ભાવ ( Aranda Na Bhav ) જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો, તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવાંવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

 

About the author

Gujarat Info Hub

Leave a Comment