સરકારી યોજનાઓ

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023  | Pradhan Mantri Mudra Yojana in Gujarati

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023
Written by Gujarat Info Hub

Pradhan Mantri Mudra Yojana । પીએમ મુદ્રા યોજના । પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ફોર્મ

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના :- આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી નાના અને લઘુ ઉધોગો  શરૂ કરનાર ઉધોગ સાહસિકો માટેની એક મહત્વની PMMY યોજના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014 પછી અનેક મહત્વની યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે . પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના 8 એપ્રિલ 2014 થી શરૂ કરવામાં આવી છે . પ્રધાન મંત્રીએ શરૂ કરેલી  આ એક મહત્વની યોજના છે .

આ યોજના બીન કોર્પોરેટ ક્ષેત્ર અને બીન ખેતી સિવાય ના નાના અને લઘુ યોજના માટેના ઉધોગકારોને પ્રોત્સાહન માટે નાણાકિય સહાય પૂરું પાડવા શરૂ કરવામાં આવેલી છે જેનાથી સામાજીક અને વંચિત સમુદાય ના લોકો જેમની આજ સુધી અવગણના થઈ છે તેવા લોકો લોન પ્રાપ્ત કરી પોતાનો ઉધોગ શરૂ કરી તેમનાં સ્વ્પનને નવી પાંખો આપી શકાશે . અને અનેક લોકોને રોજગારી પૂરી પાડશે . તેમને સ્વત્રતં હોવાની ઓળખ કરાવનાર પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના લઈને પોતાનો ઉધોગ ઘંધો સરળતાથી  શરૂ કરી શકશે . મુદ્રા લોન લેવા માટે  જરુરીયાત વાળા અરજદારોનેજરૂરી માહીતી અહી આપવામાં આવી છે .

Pradhan Mantri Mudra Loan Yojana in Gujarati

યોજનાનું નામ :પ્રધાનમંત્રી મુદ્રા યોજના PMMY
યોજનાની સ્થાપનાની તારીખ : 8 એપ્રિલ 2014
યોજનાના હેતું :લઘુ અને નાના ઉધોગકારોને લોન સહાય
યોજનાની લોનની રકમ શિશુલોન : 50000 રૂપિયા સુધી કિશોર લોન : 50000 થી 500000 રૂપિયા સુધી તરુણ લોન : 500000 થી 1000000 રૂપિયા સુધી  
સત્તાવાર વેબ સાઇટ mudra.org.in
હેલ્પ લાઇન નંબર 1800 -180-1111, 1800-11 – 0001
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે :

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના Pradhanmantri Mudra Loan Yojana નાના અને લઘુ ઉધોગ શરૂ કરનાર નાગરિકોને નાણાકિય લોન સહાય પૂરી પાડી આત્મનિર્ભર બનાવવા માટે આદરણીય વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ છે જે લોકો ઉધોગ સાહસિક છે .અને જે તે કાર્યમાં નિપુણતા ધરાવે છે . એવા નાગરિકો નાણાં ના અભાવે પોતાનો ઉધોગ શરૂ કરી શકતા ન હતા .તેવા નાગરિકોને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા નાણાકિય સહાય ઉપલ્ભ થશે અને તેઓ પોતાને સ્વતંત્ર હોવાનો અહેસાસ કરી શકશે .જેનાથી ભારતના ઉધોગ જગતમાં વધારો થશે .અને અનેક લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ પણ થશે . આ યોજનામાં વ્યાજ દર બેકના નિયમો મુજબ અને ચુકવણી માટે પૂરતો સમયગાળો મળી રહે છે.

પીએમ મુદ્રા યોજના ના સ્તર

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY  ત્રણ શ્રેણીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં શિશુલોન ,કિશોર લોન અને તરુણ લોન વ્યક્તિ પોતાના ઉધોગની જરુરીયાત મુજબનો વિકલ્પ પસંદ કરી લોન માટે અરજી કરી શકે છે .

  1. શિશુલોન : 50000 રૂપિયા સુધી
  2. કિશોર લોન : 50000 થી 500000 રૂપિયા સુધી
  3. તરુણ લોન : 500000 થી 1000000 રૂપિયા સુધી

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના એટલે કે PMMY યોજના અંતર્ગત વ્યક્તિ કોઈ પણ એક યોજના મુજબ લોન મેળવવા અરજી કરી શકશે .

આ પણ વાંચો :-


પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ના લાભ :

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY યોજનાનો લાભ લઈને વ્યક્તિ પોતાનો ધંધો ,રોજગાર કે લઘુ અને નાના ઉધોગ કરી શકે છે .આ યોજનાના ઘણા લાભ છે જે આપણે જોઈએ .   

  • આ યોજનામાં નાના અને લઘુ ઉધોગકારો ઉધોગ શરૂ કરવા લોન લઈ શકે છે .
  • ભારતના તમામ નાગરિકો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે .
  • આ યોજનાનો લાભ મેળવવા કોઈ ગેરંટી આપવાની રહેતી નથી .
  • આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારને કોઈ ચાર્જ ભરવો પડતો નથી .
  • અરજદારને એક કાર્ડ મળે છે અને તેના દ્વારા તે જરૂરી ખરીદી કરી શકે છે .
  • કોઈ સિક્યુરીટી ડીપોઝીટ આપવી પડતી નથી .
  • મહિલા ઉધોગકારોને વિશેષ પ્રોત્સાહક સહાય.
  • અનુ.જાતિ .અને અનુ.જાણ.જાતિ તેમજ લઘુમતી જાતિઓને વિશેષ પ્રોત્સાહક વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • ટર્મ લોન,વર્કિંગ કેપિટલ કે ઓવર ડ્રાફ્ટ ની સુવિધા ઉપલબ્ધ .

પ્રધાનમંત્રી મુદ્રા લોન મેળવવા માટેની યોગ્યતા :

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના PMMY યોજનાનો લાભ લોન માટેની યોગ્ય પાત્રતા ધરાવતા નાગરિકો  માટે છે. તેમાં જરૂરી પાત્રતા નીચે દર્શાવેલ મુજબ હોવી જરૂરી છે .

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ .
  • અરજદારની વય 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ .
  • અરજદાર કોઈ પણ બેકનો ડીફોલ્ટર (બાકીદાર )ના હોવો જોઈએ .
  • લોન સહાય માટે જરૂરી આધારો (ડૉક્યુમેન્ટ ) ધરાવતો હોવો જોઈએ .

પ્રધાનમંત્રી મુદ્રા લોન મેળવવા આવશ્યક દસ્તાવેજો :

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ( Pradhan mantri Mudra Lone Yojana ) માટે જરૂરી દસ્તાવેજો ની વિગત

  • અરજદારના પાસપોર્ટ સાઈઝના ફોટા
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • કાયમી રહેઠાણ નો પૂરાવો .
  • આવક વેરા રીટર્ન (જરૂરીહોય તેટલા વર્ષના )
  • વ્યવસાય અંગેના આધારો

આ પણ વાંચો :-


પ્રધાનમંત્રી મુદ્રા લોન ફોર્મ ભરવાની રીત :

  • સૌ પ્રથમ Pradhan Mantri Mudra Lon Yojana (PMMY) ની સતાવાર વેબ સાઇટ પર જતાં હોમપેજ ખુલશે.
  • જેમાં લોન માટેના ત્રણ વિકલ્પો શિશુલોન ,કિશોર લોન અને તરુણ લોન વિકલ્પો માંથી લોનની જરુરીયાત મુજબનો વિકલ્પ પસંદ કરો .
  • હવે અરજી ફોર્મ સિલેક્ટ કરી ડાઉનલોડ કરી  પ્રિન્ટ ઓબ્સન પસંદ કરી અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી
  • અરજી પત્રકને સુવાચ્ય અક્ષરે ભરો .
  • ભરેલા અરજી પત્રક સાથે જોડવાના આધારો જોડો ,અને નજીકની બેકમાં ભરેલું અરજી પત્રક રજૂ કરો .
  • બેન્ક દ્વારા યોગ્ય કાર્યવાહીના અંતે તમારી માગણી મુજબની લોન મંજુર કરી શકે છે .

PMMY નો હેલ્પ લાઇન નંબર :

1800 -180-1111

1800-11 – 0001

મિત્રો ,  અમને જુદાં જુદાં માધ્યમો દ્વારા મળતી માહિતી અમે આપના સુધી પહોચાડીએ છીએ . જેનો હેતુ માત્ર માહિતી આપવાનો છે . અહી લખવામાં આવતી યોજના વગેરે નો લાભ લેવા માટે જે તે વિભાગની સત્તાવાર વેબ સાઇટની મુલાકાત લેવા વિનંતી છે . પ્રધાનમંત્રી લોન યોજના અથવા સરકારી લોન યોજના અથવા મુદ્રા લોન લેવા માટે  અરજદારોને સરકારની સતાવાર વેબ સાઇટ ની મુલાકાત લેવા વિનંતી છે .


PM Mudra Loan Yojana 2023 -FAQ’s

મુદ્રા લોન ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

સૌ પ્રથમ તમારે શિશુલોન ,કિશોર લોન અને તરુણ લોન માંથી કઈ લોન લેવી છે તેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરીને બધી માહિતી ભરી જરુરી ડોક્યુમેંટ જોડી ને નજીકના બેંક માં જઈ લોન મેળવી શકો છો.

પીએમ મુદ્રા યોજના અંતર્ગત કેટલી લોન મળી શકે ?

આ યોજના અંતર્ગત તમે રુપિયા ૫૦ હજાર થી લઈને ૧૦ લાખ સુધી ની લોન મેળવી શકો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો હેલ્પ લાઇન નંબર શુંં છે ?

PMMY નો હેલ્પલાઈન નંબર 1800 -180-1111 અને 1800-11 – 0001 છે.

મુદ્રા લોન કઈ શ્રેણીમાં ઉપલબ્ધ છે

મુદ્રા લોન ત્રણ શ્રેણીમાં ઉપલબ્ધ છે જેમાં પ્રથમ શિશુલોન જેમાં 50000 રૂપિયા સુધી, બીજી કિશોર લોન જેમાં 50000 થી 500000 રૂપિયા સુધી અને ત્રીજી તરુણ લોન જેમાં 5 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment