Online-Payment ગુજરાતી ન્યૂઝ

ઓનલાઈન પેમેન્ટ કરતા હોય તો સાવધાન રહેજો, આવી રીતે તમારુ બેન્ક ખાતુ ખાલી થઈ શકે છે

ઓનલાઈન-પેમેન્ટ-ફ્રોડ
Written by Gujarat Info Hub

Online Payment: જો તમારા ઓનલાઈન પેમેન્ટ અકાઉન્ટમાં ભુલથી બીજા કોઈના પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો તમે પણ આવિ રીતે ઓનલાઈન ઠગીઓનો શિકાર બની શકો છો.

મિત્રો, ભારતમાં ડિજીટલ પેમેંટ નું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેજીથી વધ્યું છે. ઓનલાઈન મની ટ્રાંસફર ની ડિજીટલ સેવા ધ્યાનપુર્વક અને સાવધાની રાખી કરવામાં આવે તો કોઇપણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી. પરંતુ યાજના ડિજીટલ યુગમાં સ્કૈમર્સ લોકોને લુટવા માટે નવી ટેકનીકો લાવે છે, જેને લોકો અજાણ હોઈ અસાનીથી આનો શિકાર બની જાય છે.

ઓનલાઈન સાઇબર ચોરોને છેલ્લા ૧૬ દિવસોમાં મુબઈના ૧૮ માણસોના બેંક ખાતામાંથી ૧ કરોડ રુપિયા લુટી ગયા છે. આ એટેક માલવેયર ફિશિંગ અને હ્યુમન ઈંજીનિયરીંગ ના યુઝ થી કરવામાં આવેલ છે, અને આ ખતરાને એંટી મૈલવેર સોફ્ટવેર નો યુઝ કરીને પણ રોકી શકાતો નથી.

માર્કેટમાં આવ્યો નવો બેંક ફ્રોડ

અત્યાર સુધી લોકોના પોતાની બેંક ની માહિતી અથવા કેવાયસી ના અધાર પર શિકાર બનતા હતા, પરંતુ માર્કેટ્માં એક ઓનલાઈન પૈસા લુટવાની એક નવી ટેકનિક આવી છે જેમાં અપરાધિઓ તમારા ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન (Google Pay, Phone Pay, Paytm) પર જાણી જોઈને થોડા પૈસા ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ તેઓ તમને કોલ અથવા મેસેજ કરી પૈસા ભુલથી આવી ગયા છે એવું બહાનું બતાવી અમારા પૈસા પાસા આપો એવું કહેશે.

તો કોઇપણ સામન્ય માણસ તેમની ભોળાપણમાં આવી તેમના પૈસા પાછા તેમના એપ માં નાખશે, તેવાં જ તમે મૈલવેયર અટૈક નો શિકાર બની જશો. જેમાં તમારા કેવાયસી, પાન કાર્ડ અને આધાર ની માહિતી તેમને મળી જશે અને કોઇપણ અપરાધી આ ડોક્યુમેન્ટથી તમારુ અકાઉન્ટ આસાનીથી હૈક કરી શકે છે.

આવા ઓનલાઈન બેન્ક ફ્રોડથી કેવી રીતે બચવું

મિત્રો, અત્યારના આધિનુક યુગમાં માલવેર અટેક અને હ્યુમન ઈંજીનિયરીગ ના અટેકથી બચાવા માટે કોઈપન પ્રકારની એન્ટી માલવેર સોફટવેર કામ કરતુ નથી, તો  સૌથી બેસ્ટ વિકલ્પ છે કે તમારા બેંક ખાતામાં કોઈના ભુલથી પૈસા આવી જાય અને એમનો ફોન આવે તો તેમણે જવાબ આપવાનો કે આ મામલે મે મારી બેંક ને જાણ કરી દિધી છે. જેથી તમારા પૈસા બેંક દ્વારા ટ્રાન્સફર થઈ જશે. 

ઓનલાઈન પેમેન્ટ એપ કંપનીનું નિવેદન

આ ન્યુઝ બહાર પડતા કેટલાક ડિજીટલ એક્સ્પર્ટ અને UPI એપ નુ કહેવુ છે કે આવી રીતે પૈસા ચોરી ના થઈ શકે કેમ કે જ્યારે કોઇપણ યુઝર પોતાનું બેંક ખાતુ જ્યારે UPI Application સાથે લીંક કરે છે, ત્યારે UPI એપ બેંક ની સાથે કોઇપણ પ્રકારનું કેવાયસી જનરેટ નથી કરતુ. તો UPI એપથી કેવાયસી ડેટા કેવી રીતે હેક થઈ શકે. અને જ્યારે એક યુઝર બિજા યુઝર ના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે, ત્યારે જે યુઝરને પૈસા મળે છે તેને ખાલી UTR નંબર જ મળે છે.

મિત્રો, તમે જોયું કે અત્યારના ડિજીટ્લ યુગમાં કોઇપણ પ્રકારની ચોરી સંભવ છે, તો સાવચેતીમાં સંભાળ સારી, જેથી તમેપણ તમારી બેંક ની માહિતી કોઈપણ યુઝર સાથે સેર ના કરો અને સાવધાનીથી ઓનલાઈન પેમેન્ટ કરો. 

આ પણ વાંચો :- હવે ઘરે બેઠા મેળવો લર્નિંગ લાઈસન્સ ઓનલાઈન

તમને અમારો આ ઓનલાઈન પેમેન્ટ નો બ્લોગ કેવો લાગ્યો, અને આવા ગુજરાતી ન્યુઝ જોવા માટે અમારી વેબસાઈટ ના Google News માં સબસ્ક્રાઈક કરી દરોરજ નવા ન્યુઝ ની માહિતી મેળવી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment