કોલ લેટર ડાઉનલોડ

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ – Junior Clerk Call Letter 2023

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
Written by Gujarat Info Hub

Junior Clerk Call Letter 2023 Download: મિત્રો, જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ની જાહેરાત આજ રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ જુનિયર કલાર્ક ની પરીક્ષા રદ થતા તેની નવી તારીખ ૦૯ એપ્રીલ ૨૦૨૩ છે. તો જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે નિચે મુજબના સમયગાળા દરમિયાન તમે તમારો જુનિયર ક્લાર્ક હોલ ટીકિટ અથવા કોલ લેટર ઓજસ વેબસાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકો છો. 

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવા અને તમારુ પરીક્ષા કેન્દ્ર કેવી રીતે જાણવું તેની સંપુર્ણ વિગત અમારા આ બ્લોગ થી મેળવીશું

જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર

મિત્રો, જુનિયર ક્લાર્ક કોલ લેટર તારીખ ૩૧/૦૩/૨૦૨૩ થી ૦૯/૦૪/૨૦૨૩ સુધીની છે. જે સમયગાળા દરમીયાન તમે તમારો જુનિયર ક્લાર્કની હોલ ટિકિટ મેળવી શકશો.

અગત્યની સુચના

  • ઉમેદવારો જેમણે જુનિયર ક્લેર્ક ની અરજી ફી ભરેલ છે પરંતુ કોઈ કારણોસર કોલ લેટર ડાઉનલોડ થતો નથી તો તેમણે ફી ભર્યાનું ચલણ, અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને ઓળખકાર્ડ સાથે વિભાગની કચેરી ખાતે તારીખ ૦૭/૦૪/૨૦૨૩ સુધીમાં રુબરુ સંપર્ક કરવો.
  • ઉમદવારે હોલટીકિટ ડાઉનલોડ કર્યા બાદ આપેલ સુચનો વાંચી લેવા અને તેનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
  • જુનિયર ક્લાર્ક એડમીટ કાર્ડ / પ્રવેશપત્ર સિવાય ઉમેદવારે ને પોતાના પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ મળશે નહીં

GPSSB Junior Clerk Call Letter 2023 કેવી રીતે ડાઉનલોડ કરવો ?

જુનિયર કલાર્ક ના પ્રવેશપત્રો તમારા અરજી ના Confirmation Number ના આધાર પર ડાઉનલોડ કરી શકશો. GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા એડમીટ કાર્ડ તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ બપોરના ૧ વાગ્યા બાદ તમને ઓજસ પર ઓનલાઈન જોવા મળશે અને તેને ડાઉનલોડ કરવા સ્ટેપ નીચે મુજબના છે.

  • ત્યારબાદ ત્યા તમને હોમપેજ પર “Call Letter/Preference” મેનું પર ક્લિક.
  • નવા પેજ ખુલશે જેમાં Job Select માં ” જાહેરાત ક્રમાક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહિવટી હિસાબી) ની પરીક્ષા” પસંદ કરો.
  • હવે ત્યાંં નીચે તમારો “Confirmation Number” અને “Date of Birth” નાખો.
  • હવે નીચે આપેલ “Print Call Letter” બટન પર ક્લિક કરી તમે જુનિયર કલાર્ક પરીક્ષા નું કેન્દ્ર જાણી શકશો.

આ પણ વાંચો :-

મિત્રો, Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કરતા. જો જુનિયર કલાર્ક કોલ લેટર માં કોઇપણ પ્રકારની ભુલ હોય તો તમે ગુજરાત પસંંદગી સેવા મંડળ ની કચેરી,ગાંધીનગર ખાતે જઈ રુબરુ તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૩ સુધી સુધારો કરાવી શકો છો. વધુ માહિતી માટે તમે GPSSB મંડળની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

Junior Clerk Call Letter 2023 FAQ’s

(1) જુનિયર ક્લાર્ક પરીક્ષા ૨૦૨૩ ના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકાશે?

જવાબ: Junior Clerk Call Letter 2023 તમે તારીખ ૩૧ માર્ચ થી ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો.

(૨) જુનિયર ક્લાર્ક ની પરીક્ષા તારીખ કઈ છે ?

જવાબ :- જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ૯ એપ્રીલ ૨૦૨૩ ના રોજ લેવામાં આવશે.

(૩) તલાટી કમ મંત્રી પરીક્ષા ના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકાશે ?

જવાબ :- તલાટી કમ મંત્રી ના કોલ લેટર એપ્રીલ મહિનાના છેલ્લા અઠવાડિયા માં ઓનલાઈન ડાઉનલોડ કરી શક્શો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment