રાયડા નો ભાવ આજનો ( Rayda na bajar bhav 2023 ) : રાયડો ભારતનો અગત્યનો તેલિબીયા પાક છે . રાયડાનું તેલ ખાદ્ય તેલ તરીકે ખૂબ મોટા પ્રમાણમાં વપરાતું હોવાથી રવી સિઝનમાં રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે . તેમ છતાં પાછલાં વર્ષોની સરખામણી એ આ વર્ષે રાયડાનું વાવેતર પ્રમાણમાં સરખું છે . ગત વર્ષે રાયડા અને એરંડામાં ખેડૂતોને સારા ભાવ મળતાં આ વર્ષે પણ એરંડા અને રાયડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે . તેમજ જીરાનું વાવેતર પ્રમાણમાં ઓછું કરવામાં આવ્યું છે. ગત ચોમાસાની સિઝનમાં વરસાદ નું પ્રમાણ લગભગ એમૂક વિસ્તારોમાં ઓક્ટોબર સુધી ચાલુ રહ્યું હોઈ જીરાનું વાવેતર કરવામાં ચોખ્ખું વાતાવરણ રહેશે કે કેમ તેમ ગણી પ્રમાણમાં જીરા નું ઓછું વાવેતર કર્યું હતું . વળી જીરાની સરખામણી એ રાયડા અને એરંડાના વાવેતર કરવામાં ખર્ચ પ્રમાણમાં ઘણો ઓછો આવતો હોઈ રાયડા અને એરંડાનું વાવેતર વધુ થયું છે .
છેલ્લા વર્ષમાં વરસાદનું પ્રમાણ સારું રહેવાથી જમીનમાં ભેજ પણ સારો રહેતાં રાયડાનું વાવેતર પ્રમાણ વધુ રહેવા પામ્યું હતું . પરંતુ પાછોતરો વરસાદ છેક ઓક્ટોબર માસ સુધી ચાલુ રહેતાં રાયડાના ના પાક માટે માફકસર રહ્યું હોવાથી ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ વરસાદના ભેજમાં જ રાયડાનું વાવેતર કરવું પડયું હતું . પિયત આપી વરાપ થયે જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું . તે રાયડાનું ઉત્પાદનનું પ્રમાણ સારું રહેવા પામ્યું હતું .જ્યારે વરસાદના ભેજમાં જે રાયડાનું વાવેતર કરવામાં આવ્યું તેનું ઉત્પાદન ઓછું થયું છે . આમ છતાં રાયડાનું ઉત્પાદન 65 લાખ ટન જેટલું રહેશે એવી સમાચારની અટકળો જોવા મળી છે .
આમ છતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના રાયડાનું નું વાવેતર કરતા જિલ્લાઓમાં ખૂબ સારા પ્રમાણ માં રાયડાનું ઉત્પાદન થવાની આશાઓ સેવાઇ રહી છે . ત્યારે ખેડૂતો બજાર ભાવ વધવાની આશામાં રાયડો સંઘરી ને બેઠા છે . ગત વર્ષના રાયડાના ભાવ 1200 ઉપર હતા જ્યારે વર્તમાન સમયમાં રાયડાના ભાવ 1000 થી 1100 સુધીના સરેરાશ ગણી શકાય, ભાવ વધશે કે ઘટશે તેવી કોઈ આગાહી ધ્યાનમાં નથી આવી.
વાવેતર વિસ્તારની સરખામણીએ ઓછું ઉત્પાદન થવાના કારણો જોઈએતો વારંવાર થયેલ માવઠાં ક્યાંક કરા સાથે વરસાદ વગેરે બાબતો નકારી શકાતી નથી. પાકની લણણી (વાઢવાના) સમયે સૂકો પાક પલળવાથી પણ નુકસાન થવાના સમાચાર છે . તેમ છતાં એકંદરે એરંડાનું ઉત્પાદન ગત વર્ષથી ખૂબ સારું રહેવાનો પણ એક અંદાજ છે .
ઉત્તર ગુજરાતનાં તમામ માર્કેટ યાર્ડોમાં માલની આવકોનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાં હજી ઘણા ખેડૂતો પોતાનો માલ સારા ભાવ લેવાની આશામાં સંગ્રહ કરી રહ્યા છે. રાયડા બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ અનુમાનો કરવાં પણ યોગ્ય લાગતાં નથી, કારણકે ઘણા સમયથી રાયડાના ભાવ માં કોઈ મોટો સુધારો જણાતો નથી. અથવા કોઈ મોટી વધ ઘટ જોવા મળી નથી. વર્તમાનમાં “રાયડાના બજાર ભાવ ૨૦૨૩” ( Rayda na bajar bhav ) ગુજરાતની માર્કેટ યાર્ડોમાં માં નીચે મુજબ જોવા મળે છે . રાયડાનો ટેકાનો ભાવ વિશે અમને વિવિધ સ્રોત તરફથી મળેલી માહીતી અત્રે રજૂ કરવામાં આવી છે .તેથી ખેડૂતો તેમજ રાયડાની ખરીદી અને વેચાણ કરતા વેપારી ભાઈઓ એ પોતાની વિવેક બુધ્ધિ અને ધંધાદારી નિષ્ણાતો ના અભિપ્રાય મુજબ ખરીદ કે વેચાણ કરવું . અમે કોઈને રાયડો ખરીદવા કે વેચાણ કરવાની સલાહ આપતા નથી .
રાયડા નો ભાવ આજનો 2023 (Rayda na bajar bhav)
અ.નં. | માર્કેટયાર્ડનું નામ | નીચો ભાવ | ઊંચોભાવ | આવક |
1 | અંજાર માર્કેટયાર્ડ | 950 | 980 | 340 |
2 | આંબલીયાસણ માર્કેટ | 900 | 922 | 30 |
3 | કડી માર્કેટયાર્ડ | 938 | 978 | 215 |
4 | કલોલ માર્કેટયાર્ડ | 950 | 1020 | 35 |
5 | કુકરવાડા માર્કેટયાર્ડ | 940 | 1026 | 30 |
6 | ગુંદરી માર્કેટયાર્ડ | 950 | 1030 | 1300 |
7 | જોટાણા માર્કેટયાર્ડ | |||
8 | ડીસા માર્કેટયાર્ડ | 950 | 1001 | 6490 |
9 | થરા માર્કેટયાર્ડ | 960 | 1025 | 800 |
10 | થરાદ માર્કેટયાર્ડ | 950 | 1028 | 13000 |
11 | દિયોદર માર્કેટયાર્ડ | 960 | 1030 | 1800 |
12 | ધાંગધ્રા માર્કેટયાર્ડ | 900 | 981 | 125 |
13 | ધાનેરા માર્કેટયાર્ડ | 960 | 1080 | 8020 |
14 | નેનાવા માર્કેટયાર્ડ | 950 | 1060 | 9000 |
15 | પાટડી માર્કેટયાર્ડ | 900 | 950 | 25 |
16 | પાટણ માર્કેટયાર્ડ | 950 | 1162 | 3405 |
17 | પાલનપુર માર્કેટયાર્ડ | 960 | 1040 | 865 |
18 | પીલુડા માર્કેટયાર્ડ | 960 | 1030 | 1700 |
19 | બેચરાજી માર્કેટયાર્ડ | 950 | 1034 | 220 |
20 | ભચાઉ માર્કેટયાર્ડ | 970 | 980 | 10 |
21 | ભાભર માર્કેટયાર્ડ | 976 | 1029 | 2100 |
22 | ભીલડી માર્કેટયાર્ડ | 980 | 1020 | 500 |
23 | ભુજ માર્કેટયાર્ડ | 926 | 1000 | 360 |
24 | મહેસાણા માર્કેટયાર્ડ | 1000 | 1136 | 305 |
25 | માંડલ માર્કેટયાર્ડ | 925 | 950 | 50 |
26 | માણસા માર્કેટયાર્ડ | 950 | 1006 | 100 |
27 | રાધનપુર માર્કેટયાર્ડ | 950 | 1030 | 780 |
28 | રાપર માર્કેટયાર્ડ | 900 | 950 | 300 |
29 | લાખણી માર્કેટયાર્ડ | 930 | 1040 | 5610 |
30 | વારાહી માર્કેટયાર્ડ | 1000 | 1020 | 100 |
31 | વાવ માર્કેટયાર્ડ | 950 | 1060 | 1400 |
32 | વિજાપુર માર્કેટયાર્ડ | 900 | 1097 | 70 |
33 | વિસનગર માર્કેટયાર્ડ | 980 | 1250 | 1240 |
34 | સમી માર્કેટયાર્ડ | 900 | 980 | 20 |
35 | સિધ્ધપુર માર્કેટયાર્ડ | 900 | 1055 | 660 |
36 | હળવદ માર્કેટયાર્ડ | 920 | 973 | 50 |
37 | હારીજ માર્કેટયાર્ડ | 930 | 1010 | 175 |
આ પણ વાંચો :-
- એરંડા ના આજના બજાર ભાવ 2023
- (Today) આજના ગોંડલ માર્કેટયાર્ડ ના બજાર ભાવ
- આજના બજાર ભાવ 2023 – ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ (Today)
- ઊંઝા આજના બજાર ભાવ ꠰ APMC Unjha RATE TODAY
ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ રાયડાનો ભાવ આજનો ( Rayda na bajar bhav Today ), રાયડા નો ભાવમાં તેજી, રાયડાના વાયદા બજાર ભાવ 2023 આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . અને રોજે રોજ રાયડાના ટેકાના ભાવ ( Rayada Na Tekana Bhav ) જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો . તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !