આજના માર્કેટયાર્ડ ભાવ

રાયડાના ભાવમાં વધારો ! જુઓ આજના ટેકાના ભાવ 2023 | Rayda na Bajar Bhav Today

Rayda na Bajar Bhav Today
Written by Gujarat Info Hub

રાયડા નો ભાવ આજનો ( Rayda na bajar bhav 2023 ) : રાયડો ભારતનો અગત્યનો તેલિબીયા પાક છે . રાયડાનું તેલ ખાદ્ય તેલ તરીકે ખૂબ મોટા પ્રમાણમાં વપરાતું હોવાથી રવી સિઝનમાં રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે . તેમ છતાં પાછલાં વર્ષોની સરખામણી એ આ વર્ષે રાયડાનું વાવેતર પ્રમાણમાં સરખું છે . ગત વર્ષે રાયડા અને એરંડામાં ખેડૂતોને સારા ભાવ મળતાં આ વર્ષે પણ એરંડા અને રાયડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે . તેમજ જીરાનું વાવેતર પ્રમાણમાં ઓછું કરવામાં આવ્યું છે. ગત ચોમાસાની સિઝનમાં વરસાદ નું પ્રમાણ લગભગ એમૂક વિસ્તારોમાં ઓક્ટોબર સુધી ચાલુ રહ્યું હોઈ જીરાનું વાવેતર કરવામાં ચોખ્ખું વાતાવરણ રહેશે કે કેમ તેમ ગણી પ્રમાણમાં જીરા નું ઓછું વાવેતર કર્યું હતું . વળી જીરાની સરખામણી એ રાયડા અને એરંડાના વાવેતર કરવામાં ખર્ચ પ્રમાણમાં ઘણો ઓછો આવતો હોઈ રાયડા અને એરંડાનું વાવેતર વધુ થયું છે .

છેલ્લા વર્ષમાં  વરસાદનું પ્રમાણ  સારું રહેવાથી જમીનમાં ભેજ પણ સારો રહેતાં રાયડાનું વાવેતર પ્રમાણ વધુ રહેવા પામ્યું હતું . પરંતુ પાછોતરો વરસાદ છેક ઓક્ટોબર માસ સુધી ચાલુ રહેતાં રાયડાના  ના પાક માટે માફકસર રહ્યું હોવાથી ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ વરસાદના ભેજમાં જ રાયડાનું વાવેતર કરવું પડયું હતું . પિયત આપી વરાપ થયે જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું . તે રાયડાનું ઉત્પાદનનું પ્રમાણ સારું રહેવા પામ્યું હતું .જ્યારે વરસાદના ભેજમાં જે રાયડાનું વાવેતર કરવામાં આવ્યું તેનું ઉત્પાદન ઓછું થયું છે . આમ છતાં રાયડાનું ઉત્પાદન 65 લાખ ટન જેટલું રહેશે એવી સમાચારની અટકળો જોવા મળી છે .

આમ છતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના રાયડાનું નું વાવેતર કરતા જિલ્લાઓમાં ખૂબ સારા પ્રમાણ માં રાયડાનું ઉત્પાદન થવાની આશાઓ સેવાઇ રહી છે . ત્યારે ખેડૂતો બજાર ભાવ વધવાની આશામાં રાયડો સંઘરી ને બેઠા છે . ગત વર્ષના રાયડાના ભાવ 1200 ઉપર હતા જ્યારે વર્તમાન સમયમાં રાયડાના ભાવ 1000 થી 1100 સુધીના સરેરાશ ગણી શકાય, ભાવ વધશે કે ઘટશે તેવી કોઈ આગાહી ધ્યાનમાં નથી આવી.

વાવેતર વિસ્તારની સરખામણીએ ઓછું ઉત્પાદન થવાના કારણો જોઈએતો વારંવાર થયેલ માવઠાં ક્યાંક કરા સાથે વરસાદ વગેરે બાબતો નકારી શકાતી નથી. પાકની લણણી (વાઢવાના) સમયે  સૂકો પાક પલળવાથી પણ નુકસાન થવાના સમાચાર છે . તેમ છતાં એકંદરે એરંડાનું ઉત્પાદન ગત વર્ષથી ખૂબ સારું રહેવાનો પણ એક અંદાજ છે .

ઉત્તર ગુજરાતનાં તમામ માર્કેટ યાર્ડોમાં માલની આવકોનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાં હજી ઘણા ખેડૂતો પોતાનો માલ સારા ભાવ લેવાની આશામાં સંગ્રહ કરી રહ્યા છે. રાયડા બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ અનુમાનો કરવાં પણ યોગ્ય લાગતાં નથી, કારણકે ઘણા સમયથી રાયડાના ભાવ માં કોઈ મોટો સુધારો જણાતો નથી. અથવા કોઈ મોટી વધ ઘટ જોવા મળી નથી. વર્તમાનમાં “રાયડાના બજાર ભાવ ૨૦૨૩” ( Rayda na bajar bhav ) ગુજરાતની માર્કેટ યાર્ડોમાં માં નીચે મુજબ જોવા મળે છે . રાયડાનો ટેકાનો ભાવ વિશે અમને વિવિધ સ્રોત તરફથી મળેલી  માહીતી અત્રે રજૂ કરવામાં આવી છે .તેથી ખેડૂતો તેમજ રાયડાની ખરીદી અને વેચાણ કરતા વેપારી ભાઈઓ એ પોતાની વિવેક બુધ્ધિ અને ધંધાદારી નિષ્ણાતો ના અભિપ્રાય મુજબ ખરીદ કે વેચાણ કરવું . અમે કોઈને રાયડો ખરીદવા કે વેચાણ કરવાની સલાહ આપતા નથી .

રાયડા નો ભાવ આજનો 2023 (Rayda na bajar bhav)  

અ.નં. માર્કેટયાર્ડનું નામ નીચો ભાવ ઊંચોભાવ આવક
1 અંજાર માર્કેટયાર્ડ 950 980 340
2 આંબલીયાસણ માર્કેટ 900 922 30
3 કડી માર્કેટયાર્ડ 938 978 215
4 કલોલ માર્કેટયાર્ડ 950 1020 35
5 કુકરવાડા માર્કેટયાર્ડ 940 1026 30
6 ગુંદરી માર્કેટયાર્ડ 950 1030 1300
7 જોટાણા માર્કેટયાર્ડ      
8 ડીસા માર્કેટયાર્ડ 950 1001 6490
9 થરા માર્કેટયાર્ડ 960 1025 800
10 થરાદ માર્કેટયાર્ડ 950 1028 13000
11 દિયોદર માર્કેટયાર્ડ 960 1030 1800
12 ધાંગધ્રા માર્કેટયાર્ડ 900 981 125
13 ધાનેરા માર્કેટયાર્ડ 960 1080 8020
14 નેનાવા માર્કેટયાર્ડ 950 1060 9000
15 પાટડી માર્કેટયાર્ડ 900 950 25
16 પાટણ માર્કેટયાર્ડ 950 1162 3405
17 પાલનપુર માર્કેટયાર્ડ 960 1040 865
18 પીલુડા માર્કેટયાર્ડ 960 1030 1700
19 બેચરાજી માર્કેટયાર્ડ 950 1034 220
20 ભચાઉ માર્કેટયાર્ડ 970 980 10
21 ભાભર માર્કેટયાર્ડ 976 1029 2100
22 ભીલડી માર્કેટયાર્ડ 980 1020 500
23 ભુજ માર્કેટયાર્ડ 926 1000 360
24 મહેસાણા માર્કેટયાર્ડ 1000 1136 305
25 માંડલ માર્કેટયાર્ડ 925 950 50
26 માણસા માર્કેટયાર્ડ 950 1006 100
27 રાધનપુર માર્કેટયાર્ડ 950 1030 780
28 રાપર માર્કેટયાર્ડ 900 950 300
29 લાખણી માર્કેટયાર્ડ 930 1040 5610
30 વારાહી માર્કેટયાર્ડ 1000 1020 100
31 વાવ માર્કેટયાર્ડ 950 1060 1400
32 વિજાપુર  માર્કેટયાર્ડ 900 1097 70
33 વિસનગર માર્કેટયાર્ડ 980 1250 1240
34 સમી માર્કેટયાર્ડ 900 980 20
35 સિધ્ધપુર માર્કેટયાર્ડ 900 1055 660
36 હળવદ માર્કેટયાર્ડ 920 973 50
37 હારીજ માર્કેટયાર્ડ 930 1010 175

આ પણ વાંચો :-

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આપને ઉપયોગી થાય તેવો આર્ટીકલ રાયડાનો ભાવ આજનો ( Rayda na bajar bhav Today ), રાયડા નો ભાવમાં તેજી, રાયડાના વાયદા બજાર ભાવ 2023   આર્ટીકલ  આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો . અને રોજે રોજ રાયડાના ટેકાના ભાવ ( Rayada Na Tekana Bhav ) જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો . તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો ,અમારો આ આર્ટીકલ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment